નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Bill 2019) ને લઈને મચેલો વિવાદ વકરતો જાય છે. પશ્ચિમ બંગાળ (West Bengal), પંજાબ (Punjab), કેરળે (Kerala) નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી દીધી છે. કેરળ, પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ નાગરિકતા કાયદાને પોતાના રાજ્યમાં લાગુ થવા દેશે નહીં. આ બાજુ ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. ગૃહ મંત્રાલયના સૂત્રોએ આ જાણકારી આપી. મંત્રાલયનું કહેવું છે કે રાજ્ય, કેન્દ્રીય કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. નાગરિકતા કાયદા વિરુદ્ધ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. પાર્ટીનું કહેવું છે કે નાગરિકતા કાયદો સમાનતાના અધિકારનો ભંગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Citizenship Amendment Bill: મહારાષ્ટ્રમાં પણ લાગુ નહીં થાય, ઉદ્ધવ સરકારના મંત્રીએ આપ્યા સંકેત 


નાગરિકતા બિલ પર પૂર્વોત્તરમાં હિંસા
નાગરિકતાના બિલના વિરોધમાં પૂર્વોત્તરમાં સતત હિંસા ચાલુ છે. આસામમાં AASUના નેતૃત્વમાં પ્રદર્શન અને ભૂખ હડતાળ ચાલુ છે. પ્રદર્શનકારીઓએ નાગરિકતા સંશોધન કાયદો પાછો ખેંચવાની માગણી કરી છે. સીએમ સર્બાનંદ સોનોવાલે કહ્યું કે તોડફોડ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી થશે. આસામના રાજ્યપાલે પણ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. આસામના પ્રદર્શનકારીઓની દલીલ છે કે નાગરિકતા સંશોધન કાયદો 'આસામ સંધિ'નો ભંગ છે. 'આસામ સંધિ'ની કલમ 6ના ભંગનો આરોપ છે. કલમ 6માં સંસ્કૃતિ, ભાષાકીય ઓળખની રક્ષા કરવાનું વચન અપાયું હતું. 


CAB સામે પંજાબ, કેરળ અને પશ્ચિમ બંગાળની બગાવત, કાયદો રાજ્યમાં લાગુ ન કરવાની મુખ્યમંત્રીઓની જાહેરાત


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....